
જેલમાં કાળાં પાણીની સજા કાપી રહ્યા હોય તેવી અનુભૂતિ : રહેવા- જમવાનું તો ઠીક, ચા-પાણીની પણ વ્યવસ્થા નહીં : પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીની જાણ બહાર અધિકારીઓ અને દલાલો મોટો ખેલ પાડી ગયા!
રાજકોટ, : સોમનાથ મહાદેવ મંદિરના 1000 વર્ષની ઉજવણીના ગરિમામય મહોત્સવમાં લોક કલાકારોને દેવાધિદેવના ચરણોમાં કલાની પ્રસ્તુતિ કરવાની તક મળતાં ખુશીનો કોઈ પાર ન હતો પરંતુ આ કાર્યક્રમમાં તેમને એવી તો હાલાકી થઈ કે જમવાનું તો ઠીક પાણીના પણ ફાફા પડયા હતા. પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીની જાણ બહાર અધિકારીઓ અને દલાલો મોટો ખેલ પાડી ગયા હોય તેવું સમગ્ર કલા જગતે અનુભવ્યું હતું.
સોમનાથ સ્વાભિમાન પર્વમાં ગુજરાતમાંથી 700થી વધુ અને અન્ય રાજ્યોમાંથી 300થી વધુ લોકકલાકારોને કલા રજૂ કરવા માટે આમંત્રણ અપાયું હતું.
