
– રાત્રિના તમામ બસો બસ સ્ટેન્ડમાં આવે તેવી માંગ
– મુસાફરો બસમાં બેસવા મોડી રાત્રે આણંદ ચોકડી પર ઉભા રહેવા માટે મજબૂર બન્યાં
આણંદ : સૌરાષ્ટ્ર તરફના રૂટની બસ વડોદરા અને સુરત તરફથી આવતી હોય છે, પરંતુ રાત્રિના સમયે આ બસ બોરસદ ડેપોમાં જતી નથી. જેથી મુસાફરો બસમાં બેસવા માટે રાત્રિના સમયે આણંદ ચોકડી પર ઉભા રહેવા મજબૂર બન્યાં છે.
બોરસદ સહિત આજુબાજુના વિસ્તારમાં સૌરાષ્ટ્રના વતનીઓ મોટા પ્રમાણમાં રહે છે.
