ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવેલી ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તથા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ ભોલાવ ગામના મૈત્રીનગર સોસાયટીના કોમન પ્લોટમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી. કાર્યક્રમને અનુલક્ષીને ભોલાવ, નંદેલાવ, રહાડપોર અને ચાવજ ગ્રામ પંચાયતના સરપંચો, પંચાયત સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રીએ સૌ મહાનુભાવો અને લોકોનું સ્વાગત અને આવકાર કર્યો હતો. નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે સ્થાનિક વિકાસ, ગ્રામ્ય સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે આગેવાનોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સ્નેહમિલન કાર્યક્રમ:ભોલાવ જિલ્લા પંચાયતના સ્નેહમિલન કાર્યક્રમમાં 2 હજાર લોકો ઉપસ્થિત રહ્યા
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
