સ્નેહ મિલનનું આયોજન:સોની મહાજન દ્વારા સ્નેહ મિલન, સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

કરછ ગિરનારા પરજીયા સોની સમાજ સોની મહાજન સંગઠન દ્વારા સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશની આરતી બાદ પ્રમુખ યોગેશકુમાર સોની, અતિથિ વિશેષ ત્રિકમદાશજી મહારાજ(સચ્ચિદાનંદ સંપ્રદાય ગાદીપતિ) એ સમસ્ત સોની સમાજને આશિર્વચન સહ નૂતન વર્ષની શુભેરછા પાઠવી, શિલ્પાબેન કિંજલભાઇ બુધભટ્ટી(ઉપપ્રમુખ, અંજાર નગરપાલીકા), પરષોત્તમભાઇ સોની, કિંજલભાઈ બુદ્ધભટી,મીરાબેન સોની, કિરણભાઇ સોની અને રાજુભાઈ ટાંકને સંસ્થાએ સન્માન કર્યુ હતું. ઉપપ્રમુખ નરેશભાઈ સોની, મંત્રી રાજેશભાઈ સોની, સહમંત્રી જગદીશભાઈ સોની, ખજાનચી અનિલભાઈ સોની, સલાહકાર પ્રવીણભાઈ સોની, કિર્તીભાઇ સોની , નરેશભાઈ રામજીભાઈ સોની અને દિલીપભાઈ સોની સહ સામાજિક આગેવાનોએ વિદ્યાર્થીઓ પ્રોત્સાહન ઈનામો અને સ્મૃતિચિહ્નનોથી સન્માનિત કર્યા હતા. યોગેશકુમાર સોની અને પારૂલ સોની એડવોકેટની સમાજ સેવાઓ બિરદાવી સન્માનિત કર્યા હતા. ગુજરાતી પરંપરા રાસગરબાની રમઝટ બોલાવી હતી. નારી શક્તિ ગૃપ સંગઠન મહિલા પ્રમુખ એડવોકેટ પારૂલબેન સોની, દીપા સોની, રેખાબેન સોની, પ્રભાબેન સોની,અમિતા નાંઢા,જ્યોત્સનાબેન સોની, પ્રવિણાબેન સોનીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની વ્યવસ્થા પૃથ્વી સોની, યોગેશ શશિકાંતભાઈ સોની ,યાજ્ઞિક સોની, શ્રીયંશ સોની, ગૌતમ સોની, વિવેક સોની એ સંભાળી હતી, તેમ એકલવ્ય પ્રતાપભાઈ સોનીએ જણાવ્યું હતું.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *