સ્વબચાવમાં માર્યો છતાં વૃધ્ધ સામે દીપડાની હત્યાનો ગુનો દાખલ!

📅 Published: January 30, 2026 | 📂 Category: Uncategorized


વન વિભાગના વિચિત્ર નિયમ સામે નારાજગી દીપડા રહેણાક વિસ્તારમાં ઘૂસી માણસને મારી નાખે તો વળતર આપીને સંતોષ માની લેતો વન વિભાગ

ઉના, : ઉના તાલુકાના ગાંગડા ગામની સીમમાં સ્વબચાવમાં દીપડાને મોતને ઘાટ ઉતારનાર વૃધ્ધ સામે વન વિભાગે ગુનો દાખલ કર્યો છે. દીપડા ગમે ત્યા ઘુસી માણસને મોતને ઘાટ ઉતારી નાખે ત્યારે વનવિભાગ વળતર આપી સંતોષ માની લે છે જ્યારે પોતાનો અને પુત્રનો જીવ બચાવવા દીપડાનું ઢીમ ઢાળી દેનાર વૃધ્ધ સામે ગુનો દાખલ થતા આવા વિચિત્ર નિયમ સામે રોષ ફેલાયો છે.

ગાંગડાની સીમમાં ગતરાત્રીના દીપડાએ વૃધ્ધ પર અને બાદમાં તેના પુત્ર પર હુમલો કર્યો હતો. વૃધ્ધ બાબુભાઇ નારણભાઇ સોલંકીએ પોતાના અને પોતાના પુત્રનો જીવ બચાવવા માટે દાંતરડું મારી દેતા દીપડાનું મોત થયુ હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *