હત્યાકાંડને અંજામ આપવામાં તેની કોઈએ મદદ કરી હતી કે કેમ અને મુખ્ય મુદ્દો પર રિમાન્ડ આપ્યા ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ ફોરેસ્ટ ફોલોની માં રહેતા વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલ્યાએ તેની પત્ની તથા પુત્ર અને પુત્રીની નિર્દેતા પૂર્વક હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો જેને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત શહેરમાંથી ઝડપી લઇ ભાવનગર લાવી ભરતનગર પોલીસને હવાલે કર્યો હતો. આજરોજ ભરતનગર પોલીસે હત્યારા શૈલેષને કોર્ટમાં રજૂ કરી ને 14 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે શૈલેષના 7 દિવસીય રિમાન્ડ મંજૂર કર્યા છે. આજરોજ ભરતનગર પોલીસે હત્યારા શૈલેષને ભાવનગર ચીફ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરી હતી, જેમાં કોર્ટે હત્યારા શૈલેષ ના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપીને કોર્ટમાં રજૂ કરતા મોટી સંખ્યામાં લોકો કોર્ટ પરિસર ખાતે એકઠા થયા હતા. પોલીસ સાત દિવસીય રિમાન્ડ દરમિયાન હથિયારો અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ ઉપરાંત આ હત્યાકાંડને અંજામ આપવામાં તેની કોઈએ મદદ કરી હતી કે કેમ અને મુખ્ય મુદ્દો હત્યા શા માટે કરવામાં આવી તે સત્ય આરોપી પાસેથી જાણશે. હત્યારાને ફાંસીના માચડે લટકાવવામાં આવે – સમાજ એક સાથે ત્રણ ત્રણ હત્યા કરનાર વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલીયા ને ફાંસીની સજા કરવામાં આવે એવી માંગ રબારી માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે આજરોજ માલધારી સમાજના અગ્રણીઓએ મીડિયા સમક્ષ આક્રોશભેર જણાવ્યું હતું કે, આવું તૃણાસ્પદ અને જઘન્ય કૃત્ય કરનાર હેવાન ને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે કોર્ટ તેમજ જિલ્લા કલેકટરને પણ આ અંગે રજૂઆત કરીને માંગ કરીશું કે, સમગ્ર બનાવનો કે ફાસ્ટ એક કોર્ટમાં ચલાવવામાં આવે અને ઝડપથી ચુકાદો જાહેર કરી સમાજમાં દાખલા રૂપ સજા થાય અને ભવિષ્યમાં આવું કોઈ પણ વ્યક્તિ કૃત્ય ન કરે તેવી દાખલા રૂપ સજા એટલે કે ફાંસી આપવામાં આવે એવી માંગ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે.
હત્યારા વન અધિકારીના 7 દિવસીય રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ:કોર્ટમાં રજૂ કરતા સમાજના આગેવાનો દ્વારા નાલાયકને ફાંસી આપો ફાંસી આપો ના નારા લગાવ્યા
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
