
– હનુકાહ ડીસેમ્બર 14 થી 22 સુધી એક સપ્તાહ ચાલે છે
– આ ઉત્સવ ‘પ્રકાશનું પર્વ’ માનવામાં આવે છે : તે ઉત્સવ ચાનુકાહ પણ કહેવાય છે તેમાં ૮ દિવસ એક પછી એક મીણબત્તી પ્રકટાવાય છે મિત્રો સગાંઓ પરસ્પરને ભેટ આપે છે
નવી દિલ્હી : સીડનીના ‘બોન્ડી બીચ’ ઉપર પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ ઉત્સવ ઉજવી રહેલા યહૂદીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરી ૧૫ને યમ-સદન પહોંચાડયા હતા, અનેકને ઘાયલ કર્યા હતા. તો હવે જોઈએ હનુકાહ ઉત્સવ શું છે ?
વાસ્તવમાં હનુકાહ જે ચાનુકાહ પણ કહેવાય છે, તે ભારતના ‘દીપોત્સવી’ – દીવાળી સમાન ઉત્સવ છે. તે દર વર્ષે ડીસેમ્બરની ૧૪મી થી ૨૨ દરમિયાન આઠ દિવસ સુધી ઉજવાય છે.
