
Cough Syrup News: મધ્ય પ્રદેશમાં તાજેતરમાં કફ સિરપ પીવાથી થયેલા બાળકોના મોતની ગંભીર નોંધ લેતા કેન્દ્ર સરકારે એક મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી દેશભરના દવા વિક્રેતાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન (ચિઠ્ઠી) વગર કફ સિરપનું વેચાણ કરી શકશે નહીં. સરકારની સર્વોચ્ચ નિયામક સંસ્થા, ઔષધ પરામર્શ સમિતિએ પોતાની 67મી બેઠકમાં કફ સિરપના અનિયંત્રિત વેચાણ પર રોક લગાવવાના આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.
અત્યાર સુધી સરળતાથી મળતા હતા પણ હવે નહીં
અત્યાર સુધી મોટાભાગના કફ સિરપ ‘ઓવર ધ કાઉન્ટર’ (પ્રિસ્ક્રિપ્શન વિના) સરળતાથી મળી જતા હતા, પરંતુ હવે આ નવા નિયમથી તેના પર લગામ લાગશે.
