
Osman Hadi killers News: મેઘાલયમાં તૈનાત બોર્ડર સુરક્ષા દળ (BSF)એ બાંગ્લાદેશ પોલીસના એ દાવાને રવિવારે ફગાવી દેવાયો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇંકિલાબ મંચ નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યાના આરોપી મેઘાલય બોર્ડરના રસ્તે ભારતમાં ઘૂસ્યા છે. જોકે, BSFએ બાંગ્લાદેશના અધિકારીઓના આ દાવાને નિરાધાર અને ભ્રામક ગણાવીને ફગાવી દીધો છે.
BSFએ બાંગ્લાદેશ પોલીસે દાવાને ગણાવ્યો નિરાધાર
રિપોર્ટના અનુસાર, મેઘાલયમાં BSFના મહાનિરીક્ષક ઓપી ઉપાધ્યાયે કહ્યું કે, આ દાવો સંપૂર્ણ રીતે પાયાવિહોણો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, હલુ આઘાટ સેક્ટરથી કોઈપણ વ્યક્તિના ઇન્ટરનેશનલ બોર્ડર પાર કરી મેઘાલયમાં પ્રવેશ કરવાના કોઈ પુરાવા નથી.
