સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહેશે. આ યુનિટી માર્ચ ગુરુવારે સવારે હિંમતનગરના ટાવર ચોકમાં આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુથી શરૂ થઈ સાબરડેરી સુધી જશે. આ પદયાત્રામાં ધારાસભ્યો, સાંસદ, શહેરીજનો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાશે. વહીવટી તંત્ર અને હિંમતનગર નગરપાલિકા દ્વારા પદયાત્રાના રૂટ પર સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. ટાવર ચોકમાં મંચ બનાવવા સહિતની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. પદયાત્રાના માર્ગ પર વિવિધ સમાજો અને એસોસિએશનો દ્વારા સ્વાગત કરવામાં આવશે, તેમજ અલગ-અલગ સ્થળોએ મંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. નગરજનોને આ એકતા પદયાત્રામાં જોડાવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહેશે.
હિંમતનગરમાં આવતીકાલે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ યોજાશે:સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ટાવર ચોકથી પ્રસ્થાન, મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહેશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
