
International media reaction to Nitish Kumar hijab row: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર તાજેતરમાં પટનામાં આયુષ તબીબોને નિમણૂક પત્રો વહેંચતી વખતે એક વિવાદમાં ફસાયા છે. એક મુસ્લિમ મહિલા ડૉક્ટરને નિમણૂક પત્ર આપતી વખતે નીતીશ કુમારે તેમના ચહેરા પરથી હિજાબ હટાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને ગલ્ફ દેશોમાં તેની ટીકા થઈ રહી છે.
ગલ્ફ દેશોના મીડિયામાં આકરી આલોચના
નીતીશ કુમારનું આ અજીબ વર્તન હવે માત્ર ભારત પૂરતું સીમિત નથી રહ્યું. તૂર્કિયેથી લઈને કતાર સુધીના દેશોમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે.
