
BLO In Madhya Pradesh: મધ્ય પ્રદેશમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરીમાં નિર્ધારિત સમયમર્યાદા પહેલાં જ ટારગેટ અચિવ કરનારા બૂથ-લેવલ ઓફિસરો (BLO) પર હાલમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનોખા ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે. ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ BLOને ટાઈગર સફારી, મૂવી ટિકિટ અને હેલિકોપ્ટર જોય રાઇડ જેવાં આકર્ષક ઈનામ મળી રહ્યાં છે.
જબલપુરમાં BLO સુપરવાઇઝરને હેલિકોપ્ટરની રાઈડ
અહેવાલો અનુસાર, જબલપુર જિલ્લામાં પનાગર વિધાનસભા મતવિસ્તારમાંથી સ્નેહલતા પટેલે ઉદાહરણરૂપ કામગીરી કરી છે. સ્નેહલતા પટેલ તેના વિસ્તારના તમામ બૂથનું 100 ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ કરનાર જિલ્લાની પહેલી BLO સુપરવાઇઝર બની હતી.
