
Hongkong Fire News : હોંગકોંગની બહુમાળી ઇમારતોમાં લાગેલી ભીષણ આગે અત્યાર સુધીમાં 128 લોકોનો ભોગ લીધો છે. છેલ્લા લગભગ આઠ દાયકામાં હોંગકોંગમાં લાગેલી આ સૌથી ભયાવહ આગની ઘટના છે, જેને કારણે સમગ્ર શહેરમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. જોકે હજુ પણ ઠેર ઠેર મૃતદેહો મળી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતાઓ હજુ પણ યથાવત્ છે.
32 માળની આઠ ઇમારતો ભસ્મીભૂત
આ દુર્ઘટના તાઈ પો સ્થિત વાંગ ફુક કોર્ટના રહેણાંક સંકુલમાં બની હતી.
