
રિઓડિજાનેરો, 27 નવેમ્બર,2025,ગુરુવાર
ઉત્ક્રાંતિવાદની એક થિએરી મુજબ માણસની ઉત્પતિ વાનરમાંથી થઇ હોવાનું માનવામાં આવે છે. વાનર અને માનવીની ંકેટલીક દૈહિક સમાનતા જોતા મેડિકલ સંશોધન પ્રયોગ પણ વાનરો પર થાય છે. વાનરોની આમ તો અનેક પ્રજાતિઓ છે પરંતુ નવાઇની વાત તો એ છે કે પિગ્મી માર્મોસેટ નામની પ્રજાતિના વાનર મુઠીમાં સમાઇ જાય તેટલા કદમાં નાના હોય છે. પિગ્મી માર્મોસેટ વાનરનું વજન માત્ર ૧૦૦ ગ્રામ જેટલું હોય છે. પિગ્મી માર્મોસેટ દક્ષિણ અમેરિકાના જંગલોમાં જોવા મળે છે.
