
Epstein Files to Be Released: અમેરિકન કોંગ્રેસ દ્વારા પસાર થયેલા નવા કાયદા હેઠળ ‘ન્યાય વિભાગ’ (DOJ)ને જેફ્રી એપસ્ટિનની તપાસ સંબંધિત હજારો દસ્તાવેજો જાહેર કરવાની ફરજ પાડવામાં આવી છે, જે શુક્રવાર, 19 ડિસેમ્બરના રોજ જાહેર કરાશે. 2019માં જેલમાં મૃત્યુ પામેલા આ બદનામ કરોડપતિ પર સગીર વયની યુવતીઓના સેક્સ ટ્રાફિકિંગના આરોપ હતા. જેફ્રીની ભવ્ય જીવનશૈલી અને હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ સાથેના સંબંધોએ આ કેસને વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે.
જેફ્રી એપસ્ટિન અને ગિસ્લેઇન મેક્સવેલને કયા અપરાધ આચર્યા હતા?
જેફ્રી એપસ્ટિન અને ગિસ્લેઇન મેક્સવેલે સગીર બાળાઓની જાતીય તસ્કરી (sex trafficking) અને શોષણ (sexual abuse)નું આપરાધિક નેટવર્ક ચલાવ્યું હતું, જેમાં જેફ્રી મુખ્ય ગુનેગાર હતો.
