
Gujarati Family stuck in Libya: દુબઈથી યુરોપ જવા નીકળેલો ગુજરાતી પરિવાર લીબિયામાં ફસાયો છે. મહેસાણા જિલ્લાના બદલપુરા (મેઉ) ગામના પતિ-પત્ની સહિત તેમની 3 વર્ષની પુત્રી ગત 1 ડિસેમ્બરના રોજ દુબઈથી પોર્ટુગલ જવા માટે નિકળ્યા હતા. પરંતુ એજન્ટોએ પરિવારને છેતરીને યુરોપના બદલે લીબિયા મોકલી દીધો હતો. જ્યાં આ પરિવારનું અપહરણ કરીને એંકાત સ્થળે લઈ જઈને બંધક બનાવાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારબાદ આ લીબિયામાં ફસાયેલા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. 4થી ડિસેમ્બરના રોજ પરિવારને છોડાવવા માટે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.
