
Trumps Christmas Offer For Illegal Migrants: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને US છોડવા માટે પ્રોત્સાહન આપવાની ઓફર કરી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવા માટે આ ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ આ વર્ષના અંત સુધીમાં સ્વેચ્છાએ અમેરિકા છોડવા માટે સંમત થનારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને 3,000 ડોલર (અંદાજિત 2.7 લાખ રૂપિયા) આપવામાં આવશે. ટ્રમ્પ વહીવટીતંત્ર તેમની મુસાફરીનો તમામ ખર્ચ પણ ઉઠાવશે.
