
– યુનુસ અને બાંગ્લાદેશની કૃતધ્નતાનો જોટો મળે તેમ નથી
– દીપુચંદ્રની નૃશંસ હત્યાએ, બાંગ્લાદેશમાં લઘુમતીઓની સલામતી અને માનવ અધિકારો અંગે પ્રશ્નો ઊભા કર્યા છે : દુનિયા તે અંગે મૌન છે
ઢાકા : બાંગ્લાદેશમાં ૧૨ ફેબ્રુઆરી.એ યોજાનારી ચૂંટણી પહેલા હિન્દુ લઘુમતી ઉપર હુમલા વધી રહ્યા છે. દીપુ ચંદ્રની નૃશંસ હત્યા અને ૨,૦૦૦થી વધુ હિંસક ઘટનાઓએ દેશમાં લઘુમતીઓની સલામતી અને માનવ અધિકારો પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ડીસેમ્બર- ૨૦૨૪માં ૨૭ વર્ષના, હિન્દુ કાપડના કારખાનાના કામદાર દીપુ ચંદ્ર દાસની હત્યાએ તો સમગ્ર દેશમાં હા-હા-કાર મચાવી દીધો છે.
