1993ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટના કેસમાં અબૂ સાલેમની સજા કોર્ટે યથાવત રાખી છે.
પોર્ટુગલમાંથી કરાયુ હતુ પ્રત્યાર્પણ
1993ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી અબૂ સાલેમને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ગેંગસ્ટર અબૂ સલેમની જેલ મુક્તિની અરજી ફગાવી છે. જજ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે. અબૂ સાલેમના વકીલે દલીલમાં કહ્યુ હતુ કે, અબૂ સાલેમે 25 વર્ષની સજા પૂર્ણ કરી છે. અને હવે તેમની જેલમુક્તિ કરવી જોઇએ. અબૂ સાલેમની 11 નવેમ્બર 2005ના રોજ ધરપકડ કરાઇ હતી. અને તેમનું પોર્ટુગલમાંથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યુ હતુ.
પોર્ટુગલે કેમ અબૂ સાલેમને ભારતને સોપ્યો ?
અબૂ સાલેમને 2002માં પોર્ટુગલમાં નકલી પાસપોર્ટના કેસમાં પકડવામાં આવ્યો હતો. અને ભારતે તેના પ્રત્યાર્પણ માટે માગ કરી હતી. જ્યારે પોર્ટુગલે અબૂ સાલેમને ભારતને સોંપ્યો હતો ત્યારે પોર્ટુગલે માગ કરી હતી કે, ભારત અબૂ સાલેમને ફાંસી નહી આપે. અને 25 વર્ષ કરતા પણ વધુ જેલની સજા ન ફટકારે. ભારતના આશ્વાસ બાદ પોર્ટુગલની કોર્ટે ફેબ્રુઆરી 2004માં પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. અબૂ સાલેમને 11 નવેમ્બર 2005ના રોજ ભારત લાવવામાં આવ્યો હતો. કારણ કે, પોર્ટુગલમાં મોતની સજા નથી. અને જેલની મહત્ત્મ સજામાં પણ અવધિ હોય છે.
1993નો મુંબઇ બોમ્બ બ્લાસ્ટ મામલો
1993ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટ ભારતના ઇતિહાસમાં સૌથી મોટી સીરિયલ બોમ્બ બ્લાસ્ટની ઘટના છે. આ એક સુનિયોજિત આતંકવાદી હુમલો હતો. 12 માર્ચ 1993ના રોજ બપોરે 1-30થી 3-40 કલાકની વચ્ચે આ બ્લાસ્ટ કરાયા હતા. આ દિવસે મુંબઇમાં 12થી13 સ્થળો પર એક પછી એક આરડીએક્સથી ભરેલા કાર બોમ્બ બ્લાસ્ટ થયા હતા. મુંબઇના ગીચ વિસ્તારોમાં આ બ્લાસ્ટ કરાતા મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટ કેસમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એયર ઇન્ડિયાની ઇમારતનો સમાવેશ થાય છે.
