
Gujarat Tiger State: ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ‘ટાઈગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત સમગ્ર ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં કુદરતી નિવાસસ્થાનમાં વન્યજીવ સૃષ્ટિની ત્રણેય મુખ્ય પ્રજાતિઓ સિંહ, વાઘ અને દીપડો એકસાથે અસ્તિત્વ ધરાવે છે. નોંધનીય છે કે આશરે 33 વર્ષના લાંબા અંતરાલ બાદ ગુજરાતમાં વાઘની સત્તાવાર હાજરી નોંધાઈ છે.
રતનમહાલ બન્યું વાઘનું નવું સરનામું
