ભારતના વૈજ્ઞાનિકોએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ના વૈજ્ઞાનિકોએ રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત1.2 મીટર ટેલિસ્કોપનો ઉપયોગ કરીને આંતરતારક ધૂમકેતુ 3I/ATLASનું સફળ નિરીક્ષણ કર્યું છે. આ ધૂમકેતુ હાલમાં સૂર્યની સૌથી નજીકની જગ્યા (પેરિહેલિયન) પસાર કરીને સૌરમંડળની અંદરના ભાગમાંથી બહાર જઈ રહ્યો છે. PRL એકમાત્ર એજન્સી છે જેણે એનું સ્પેક્ટ્રમ ફોટો લીધો છે. સ્પેક્ટ્રમ પરથી કોમેન્ટમાં કયા પદાર્થો છે તે જાણી શકાય છે. કોમા ધૂમકેતુના ન્યૂક્લિયસમાંથી બરફ ગરમ થઈને વાયુ રૂપમાં બહાર નીકળે છે
12થી 15 નવેમ્બર, 2025 દરમિયાન લેવાયેલા ચિત્રો અને સ્પેક્ટ્રમમાં આ ધૂમકેતુની આસપાસ લગભગ ગોળ આકારનું તેજસ્વી વાતાવરણ (કોમા) જોવા મળ્યું છે. આ કોમા ધૂમકેતુના ન્યૂક્લિયસમાંથી બરફ ગરમ થઈને વાયુ અને ધૂળના રૂપમાં બહાર નીકળતાં બને છે. આ ધૂમકેતુ પણ રાસાયણિક રીતે આપણા સૌરમંડળના સામાન્ય ધૂમકેતુઓ જેવો જ છે
ખાસ વાત એ છે કે, આ ધૂમકેતુના પ્રકાશનું વિશ્લેષણ (સ્પેક્ટ્રોસ્કોપી) કરતાં તેમાં CN, C2 અને C3 જેવા પરમાણ્વિક સમૂહોની તીવ્ર તરંગલંબાઇઓ જોવા મળી, જે આપણા સૌરમંડળના સામાન્ય ધૂમકેતુઓમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ ગેસની ઉત્પાદન દર (પ્રોડક્શન રેટ) પણ માપી છે, જે આશરે 10^25 અણુઓ/સેકન્ડ આસપાસ છે. આ આંકડા દર્શાવે છે કે, બીજી આકાશગંગામાંથી આવેલો આ ધૂમકેતુ પણ રાસાયણિક રીતે આપણા સૌરમંડળના સામાન્ય ધૂમકેતુઓ જેવો જ છે! ધૂમકેતુ હવે ધીમે-ધીમે રાત્રીના વધુ અંધારિયા ભાગમાં આવશે
PRLના આ 1.2 મીટર ટેલિસ્કોપ ગુરુશિખર નજીક 1680 મીટરની ઊંચાઈ પર સ્થિત છે અને તેનો ઉપયોગ બહારના ગ્રહોની શોધ, ધૂમકેતુ-ઉલ્કા અભ્યાસ તેમજ અવકાશની અન્ય ઘટનાઓના નિરીક્ષણ માટે થાય છે.
ધૂમકેતુ હવે ધીમે-ધીમે રાત્રીના વધુ અંધારિયા ભાગમાં આવશે, તેથી આવનારા દિવસોમાં વધુ સારા નિરીક્ષણો થશે. આ સફળતા ભારતીય અવકાશ વિજ્ઞાનની ક્ષમતાનું બીજું ઉજ્જવળ ઉદાહરણ છે.
3I/ATLASના દુર્લભ દૃશ્યો:માઉન્ટ આબુના PRL 1.2m ટેલિસ્કોપથી ઇન્ટરસ્ટેલર ધૂમકેતુ 3I/ATLASનું સફળ નિરીક્ષણ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
