4 હજાર કરોડના કાંડમાં જામીન નામંજૂર:બોગસ બિલિંગના કારણે લોકો અને રાજ્ય સરકારના ભંડળોને નુકસાન : કોર્ટ

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

4 હજાર કરોડના બોગસ ટ્રાન્ઝેક્શનથી 370 કરોડની આઇટીસી ઉસેટવામાં આરોપીના કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. કોર્ટે ચુકાદામાં નોંધ્યુ કે હાલ રાજયના આર્થિક ક્ષેત્રને અસર કરે છે આવા ગુનાઓ જનતા તેમજ રાજયના ભંડોળને પણ અસર કરે છે. ડીજીજીઆઇએ ભિવિંડી રહેતા અને આર્ક એન્ટરપ્રાઇઝના નામે ધંધો કરતા સુહાસ નવનાથ જાધવની ધરપકડ કરી હતી. આરોપીને ત્યાંથી બોગસ કંપનીઓ અને તેને લગતા અનેક ડોક્યુમેન્ટ મળ્યા હતા. આરોપીએ બોગસ બિલિંગના આધારે ક્રેડિટ પાસઓન કરી હતી. ધરપકડ બાદ આરોપીએ કરેલી જામીન અરજીનો સરકારી વકીલે તેની સામેના ગંભીર પ્રકારના આર્થિક ગુનાની વિગતો રજુ કરતા કોર્ટે આરોપીના જામીન રિજેક્ટ કર્યા હતા. 19 કરોડની આઇટીસી લેનારની ધરપકડ : ડીજીજીઆઇની ટીમે કડોદરામાં દરોડા પાડીને 100 કરોડથી વધુના બોગસ બિલિંગના કેસમાં આરોપી અંકુર પટેલની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો. આરોપીએ માલ મોકલ્યા વગર જ રૂપિયા 19 કરોડની આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ)મેળવી હતી. બોગસ બિલિંગ પકડાય તો ITમાં 200 % પેનલ્ટી
બોગસ બિલિંગ રોકવા અનેક પગલા લેવાયા છે જો કોઈ વેપારીનો ટેક્સ 50 લાખની ઉપર જાય તો તેણે1 ટકા ટેક્સ રોકડમાં ભરવાનો રહેશે. જો બોગસ બિલિંગ પકડાઈ તો આઇટી તેનીસામે 200 ટકા પેનલ્ટી લગાવી કાર્યવાહી કરશે. ઉપરાંત જો એવી પેઢીઓના ટ્રાન્ઝેકશન અચાનક વધી જાય તો તેના માટે એક એઆઇ સેન્ટર ઉભુ કરાયું છે. > જગદીશ વૈષ્ણવ, સી.એ. જે કંપની જ નથી તેના ઇ-વે બિલ બની ગયા
આરોપીને ત્યાંથી 28 કંપનીના રબર સ્ટેમ્પ, જીએસટી અને ઇ વે બિલ પોર્ટલના લોગઇન-ઓળખપત્રો અને 83 કંપનીના લિક્ંડ ઇમેઇલ મળ્યા હતા. સહ આરોપી પાસેથી અનેક મોબાઇલ અને સીમ કાર્ડ મળ્યા હતા. જેનું અસ્તિત્વ જ નથી તેવી કંપનીઓના ઇ-વે બિલ ણ મળ્યા હતા. 135 કંપનીઓમાથી 10 કંપનીના કેસમાં અજાણી વ્યક્તિઓના દસ્તાવેજ મળ્યા હતા. જેનો નકલી કંપનીઓ બનાવવા માટે ઉપયોગ થયો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *