
Ethiopia Volcanic Eruption: ઈથિયોપિયાના અફાર પ્રદેશમાં આવેલો હેઇલ ગુબ્બી (Hayli Gubbi) જ્વાળામુખી 23મી નવેમ્બર 2025ના રોજ 10,000થી 12,000 વર્ષમાં પહેલી વાર ફાટ્યો, જેની સીધી અને આશ્ચર્યજનક અસર ભારતના વાતાવરણ પર જોવા મળી રહી છે. આ જ્વાળામુખીની રાખ 4,000 કિલોમીટરનું વિશાળ અંતર માત્ર 24 કલાકમાં કાપીને ગુજરાતથી લઈને દિલ્હી સુધીની હવામાં ફેલાઈ ગઈ છે. આ રહસ્યમય યાત્રા પાછળ ‘જેટ સ્ટ્રીમ’ નામનો શક્તિશાળી પવન પ્રવાહ જવાબદાર છે.
રાખના વિશાળ ગોટા 14-15 કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યા
હેઇલ ગુબ્બી જ્વાળામુખી, જે વિશ્વના સૌથી ગરમ પ્રદેશોમાંના એક એવા દાનાકિલ રણમાં સ્થિત છે, તે 23મી નવેમ્બરની સવારે લગભગ 8:30 વાગ્યે ફાટ્યો.
