
Indigo Flight Cancellation: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો એરલાઇન્સ મુસાફરો માટે એક મોટો સંકટ બની ગઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગલુરુ જેવા મુખ્ય શહેરોના એરપોર્ટ પર ઇન્ડિગોની લગભગ 400 ફ્લાઇટ્સ રદ થઈ છે. હજારો મુસાફરો 12-14 કલાક સુધી એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે, જેના કારણે ભારે હાહાકાર મચી ગયો છે.
ફ્લાઇટ રદ્દ થવાનો આંકડો
અહેવાલો અનુસાર, સતત ત્રીજા દિવસે ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાની સમસ્યા ચાલુ રહી છે: ગુરુવારે પણ દિલ્હીથી ઈન્ડિગોની 30 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
