5 સિંહોનું ટોળું ધારી શહેરમાં ફરતું જોવા મળ્યું, લોકોમાં ભય

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • વહેલી સવારે 5 સિંહોએ 3 પશુઓના કર્યા શિકાર
  • જંગલો મૂકીને શહેરમાં જોવા મળ્યા સિંહોના ટોળા
  • વન વિભાગ દ્વારા પણ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે

સૌરાષ્ટ્રમાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં જંગલમાંથી જાહેર રસ્તા પર અને વિવિધ શહેરમાં સિંહો પ્રવેશ કરી રહ્યા છે. આ વચ્ચે અમરેલીના ધારીમાં સિંહોનું ટોળું રહેણાંક વિસ્તારોમાં જોવા મળ્યું છે. જેમાં શિકારની શોધમાં આવેલા સિંહોનું ટોળું થયું સીસીટીવીમાં કેદ થયા છે.

છેલ્લા ઘણાં સમયથી સિંહો રહેણાંક વિસ્તારમાં જોવા મળતાં હોય છે. આ વચ્ચે શિકારની શોધમાં ધારીના તુલસી શ્યામ રોડ પર આવેલા હરિપરા વિસ્તારમાં 5 સિંહો એક સાથે લટાર મારતા જોવા મળ્યા હતા. આ સમગ્ર શિકારની શોધમાં આવેલા સિંહોનું ટોળું થયું સીસીટીવીમાં કેદ થયું છે.

એટલું જ નહીં શિકાર શોધમાં આવેલા સિંહો 3 પશુઓના શિકાર કરી જંગલ તરફ રવાના થયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે. આ વચ્ચે અમરેલીના ધારીમાં જંગલો મૂકીને શહેરમાં આવતા સિંહો સામે સ્થાનિકોમાં વનવિભાગ સામે રોષ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ અગાઉ અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટના કસ્ટમ ગેટ નજીક સિંહોનું ટોળું ઘૂસ્યું હતું, ત્યારે રાજુલા પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છે, ને સિંહો રાજુલાના રેવન્યુ વિસ્તારોમાં સિંહો આસપાસમાં આવેલી ખાનગી કંપનીઓમાં લટાર મારે કે, કંપનીની સોસાયટીઓ લટાર મારે તેવા અગાઉ વિડીયો વાયરલ થયા છે.

તેમજ અમરેલીમાં જ રેલવે ટ્રેક નજીક પણ સિંહો ફરતાં જોવા મળ્યા હતા. જેમાં અમરેલીમાં જ કેટલાંક સિંહોના મૃતદેહ જોવા મળ્યા હતા. જેના કારણે પણ તંત્ર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. આ મામલે પણ વન વિભાગ પાસે જવાબ માંગવામાં આવ્યા છે. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *