
Elon Musk Predicts About World War : દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. એક પોસ્ટનો જવાબ આપતા તેમણે વિશ્વ યુદ્ધ અંગે આગાહી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘દુનિયા ટૂંક સમયમાં વૈશ્વિક યુદ્ધમાં ફસાઈ જશે.’ મસ્કની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં અનેક અટકળોએ જોર પકડ્યું છે.
