
– ગેરકાયદે ટ્રાન્ઝેક્શન અટકાવવામાં બેન્કોની નિષ્ફળતા સામે સવાલ
– ડિજિટલ ફ્રોડમાં લોકોની જીવનભરની કમાણી સાફ થઇ રહી છે ત્યારે નિષ્ક્રિયતા બદલ સુપ્રીમે આરબીઆઈ, બેન્કો, ટેલિકોમ વિભાગને આડે હાથ લીધા
– બેન્ક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો થતા પહેલા ગ્રાહકો અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોને એલર્ટ કેમ નથી મોકલાતી?
– ગૃહ મંત્રાલય ડિજિટલ અરેસ્ટ, ઓનલાઇન ફ્રોડ અટકાવવા એસઓપીના અમલ અંગે વિચારે : સુપ્રીમ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ડિજિટલ અરેસ્ટને રોકવામાં નિષ્ફળતા મુદ્દે આકરા સવાલો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે ગ્રાહકો દ્વારા જીવનભરની કમાણી બેન્કોમાં જમા કરાવવામાં આવે છે જેને તેઓ ગુમાવી રહ્યા છે.
