77માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • CM ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે
  • ધ્વજવંદન બાદ CM ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરશે
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે

77માં સ્વતંત્રતા પર્વની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. ત્યારે વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે. CM ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે. ધ્વજવંદન બાદ CM ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરશે. તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે.

સ્વાતંત્ર્ય પર્વ રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવશે

સ્વાતંત્ર્ય પર્વ રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વલસાડ ખાતે ધ્વજવંદન કરશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાટણમાં, કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ સુરતમાં, ઋષિકેશ પટેલ વડોદરામાં, રાઘવજી પટેલ રાજકોટમાં, કુંવરજી બાવળીયા અમદાવાદમાં, મુળુભાઇ બેરા કચ્છમાં, કુબેરભાઇ ડિંડોર છોટાઉદેપુરમાં અને ભાનુબેન બાબરિયા જૂનાગઢમાં ધ્વજવંદન કરશે.

સ્વતંત્રતા દિવસ, 2023ના અવસરે કુલ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા

સ્વતંત્રતા દિવસ, 2023ના અવસરે કુલ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. 01 CRPF જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPMG) એનાયત કરવામાં આવ્યા છે, 229ને વીરતા માટે પોલીસ મેડલ (PMG) એનાયત કરવામાં આવ્યા છે. પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM) 82 ને અને 642ને મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ (PM) એનાયત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 20 પોલીસ અધિકારીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં છે. રાજ્યમાં 18 પોલીસ કર્મીઓને મેરીટોરીયસ સર્વિસ માટે મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. જ્યારે બે પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. ADGP ગાંધીનગર ખુર્શિદ મંઝર અલી અહેમદ તથા IB ઓફિસર વિશાલ ચૌહાણને વિશિષ્ટ સેવા બદલ સન્માન કરાશે. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *