મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે, જેમાં 8,37,10,126 (આઠ કરોડ સાડત્રીસ લાખ દસ હજાર એકસો છવીસ રૂપિયા) કરતાં વધુના ટર્નઓવર સાથેના એક ‘મ્યુલ એકાઉન્ટ’ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ખાતાનો ઉપયોગ દેશના 7 રાજ્યોમાં થયેલા સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલા નાણાં જમા કરવા અને ઉપાડવા માટે કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, બંધન બેંકનું આ ખાતું ‘હિતેષ ટ્રેડર્સ’ નામની પેઢીના નામે ખોલવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ, આ બેંક ખાતામાં સાયબર ફ્રોડથી મેળવેલા 1,11,334 (એક લાખ અગિયાર હજાર ત્રણસો ચોત્રીસ રૂપિયા) સહિતના નાણાં જમા થયા બાદ ચેક દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા.પોલીસે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા બે આરોપીઓ હિતેષકુમાર મહેન્દ્રભાઈ રાવળ અને પીયૂષભાઈ કાન્તીભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધી છે.હાલમાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. બેંક ખાતું ખોલાવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ
તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ બેંક ખાતું ખોલાવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ દસ્તાવેજોમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશનના કાગળોનો સમાવેશ થાય છે. જ્યારે પોલીસે ‘હિતેષ ટ્રેડર્સ’ના દર્શાવેલા સરનામે તપાસ કરી, ત્યારે તે સરનામે કોઈ પેઢી અસ્તિત્વમાં ન હોવાનો મોટો ખુલાસો થયો હતો. 7 રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા બેંક ખાતાનો ઉપયોગ થયો
આ બેંક ખાતાની શંકાસ્પદ પ્રવૃત્તિઓ માત્ર ગુજરાત પૂરતી સીમિત નહોતી. બેંગ્લોર, પટના, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, પંજાબ અને રાજસ્થાન સહિત કુલ 7 રાજ્યોમાંથી આ બેંક ખાતા વિરુદ્ધ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર ફરિયાદો નોંધાયેલી છે.મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે ભાડા પર એકાઉન્ટ મેળવવાનું કૌભાંડ
મહેસાણા જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની અંદર મ્યુલ એકાઉન્ટ્સ એટલે કે જે એકાઉન્ટ ખાલી ને ખાલી ગેરકાયદેસર રીતે આવતા રૂપિયાને પ્રોસેસ કરી અને કેશમાં ઉઠાવી લેવા માટે થઈ અને ભાડેથી યુઝ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારના એમાં જે ક્રેડિટ થતું હોય, એ ડેબિટ ક્રેડિટના કોઈપણ પ્રકારના હિસાબ વગર ડાયરેક્ટ એની અંદરથી રૂપિયાના વ્યવહારો થતા હોય છે. અને જે એકાઉન્ટ હોલ્ડર છે, એને માસિક અથવા વાર્ષિક એક નક્કી કરેલી ભાડાની રકમ આપવામાં આવતી હોય છે. અને એના એકાઉન્ટનો વપરાશ છે તે આવા ગેરકાયદેસર રીતે જે પ્રવૃત્તિઓમાંથી આવતા હોય છે નાણાં તેની લેવડ-દેવડ માટે થઈને કરવામાં આવતો હોય છે. આવા જે મ્યુલ એકાઉન્ટ છે, તેની જે NCCRPનું જે પોર્ટલ છે એમાં કુલ સાત અલગ-અલગ ગુનાઓમાં આ મ્યુલ એકાઉન્ટ યુઝ થયેલું હતું, કે જેની વિગતો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી હતી અને તેના આધારે જે હિતેશકુમાર રાવળ અને પીયૂષભાઈ પટેલ જે બંને જેમાંથી હિતેશભાઈ છે તેમને હિતેશ ટ્રેડર્સ નામની એક જે ગંજ બજાર છે ઉનાવાનો તેની અંદર એક પેઢી બનાવી અને તેના નામે ખોટું એક એકાઉન્ટ આવું યુઝ ખોલાવેલું હતું.અને આ એકાઉન્ટની અંદર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કુલ સાડા આઠ કરોડ જેટલી રકમના તેની અંદર ટ્રાન્ઝેક્શન્સ અત્યાર સુધી થયેલા છે. અને કુલ સાત અલગ-અલગ પ્રકારના અલગ-અલગ રાજ્યની અંદર જે ગુનાઓ આચરવામાં આવેલા છે.જેની અંદર ડિજિટલ એરેસ્ટના ગુનાઓ પણ છે.જેની અંદર સેક્સટોર્શન એટલે કે ન્યુડ વિડીયો બતાવી અને લોકો પાસેથી જે બ્લેકમેલ કરી અને નાણાં પડાવવામાં આવતા હોય છે, તેવી પ્રવૃત્તિઓના સાયબર ફ્રોડના રૂપિયા પણ એની અંદર આ એકાઉન્ટમાંથી પ્રોસેસ કરવામાં આવેલા હતા. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અને અત્યારે હિતેશભાઈ અને પીયૂષભાઈને અટકાયત કરેલી છે અને ગુનાનું આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું છે. શું કહી રહી છે પોલીસ?
Dysp મિલાપ પટેલે જણાવ્યું કે, જનરલી ધ્યાનમાં એવું આવેલું છે કે, કોઈપણ ગરીબ વ્યક્તિ હોય, રૂપિયાની જરૂરિયાત વાળી વ્યક્તિ હોય, તેનો ઉપયોગ કરી અને તેના નામે તેના ડોક્યુમેન્ટ્સ મેળવી અને અમુક એવી બેન્ક્સ કે જેમાં KYCના એટલા સ્ટ્રોંગ પ્રોવિઝન્સ નથી તો ત્યાં ઝડપથી બેન્ક એકાઉન્ટ ઓપન થઈ જતું હોય, તો એવી બેન્કની અંદર બેન્ક એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે અને તેને ખૂબ નાની રકમ એને આપવામાં આવે છે અને એની લાલચમાં આવી અને જે વ્યક્તિ છે, પોતાના ડોક્યુમેન્ટ્સ આપે છે અને બેન્ક એકાઉન્ટ ખોલાવી અને અન્ય વ્યક્તિને વાપરવા માટે આપે છે. પરંતુ આ એકાઉન્ટનો ઉપયોગ એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હોય છે. ઘણી વખત સાયબર ફ્રોડના જે પેમેન્ટ્સ છે એને પ્રોસેસ કરવા માટે થતો હોય છે. ગેમિંગ કંપનીઓ જે હવાલાના રૂપિયા બહાર મોકલતા હોય છે એના પ્રોસેસ માટે આ એકાઉન્ટનો ઉપયોગ થતા હોય છે. ઘણા કિસ્સાની અંદર ટેરરિઝમ માટે જે નાણાં વાપરવામાં આવતા હોય છે તેની માટે થઈને પણ આ એકાઉન્ટનો ઉપયોગ થવાની શક્યતાઓ રહેલી છે. ખાસ કરી અને જનતાને એ જણાવવાનું છે કે આવા પોતાના એકાઉન્ટનો ઉપયોગ અન્ય વ્યક્તિને નાની અમાઉન્ટ માટે થઈ અને લાલચમાં આવીને કરવા ન દેવો જોઈએ. કાયદેસરનો જ્યારે પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ત્યારે જે તે એકાઉન્ટ હોલ્ડર છે તેની જવાબદારી ગણાય છે અને તેને એની સજા ભોગવવી પડે છે. તે પોતે આ જવાબદારીમાંથી છટકી શકતો નથી.બેન્કના જે કર્મચારીઓ છે તે કાયદાની કોઈ છટકબારીનો ઉપયોગ કરીને આ રીતે બેન્ક એકાઉન્ટ્સ ખોલે છે કે એની પાછળ તેઓ પણ આમાંથી કોઈ બેનિફિટ મેળવે છે, તે બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. જો કોઈનું એવું ચોક્કસ ઇન્વોલ્વમેન્ટ ધ્યાન પર આવશે કે તેઓએ કોઈ બેનિફિટ નાણાકીય લઈ અને આવા એકાઉન્ટ ખોલાવડાવ્યા છે, તો ચોક્કસપણે તેઓને પણ સહ આરોપી તરીકે ગુનામાં દાખલ કરવામાં આવશે.
8 કરોડના સાયબર ફ્રોડ કેસમાં બે આરોપી ઝડપાયા:ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે ભાડાના બેંક એકાઉન્ટનો ઉપયોગ, બેંક ખાતા સામે 7 રાજ્યોમાં ફરિયાદ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
