ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા વેધર બુલેટિન મુજબ, દક્ષિણ ગુજરાત અને આસપાસના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી વચ્ચે આજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
જંબુસરમાં પવન સાથે કમોસમી વરસાદ
હવામાન વિભાગે સવારે 9 થી 12 વાગ્યા સુધીના સમયગાળા માટે વિશેષ બુલેટિન જાહેર કર્યું છે, જેમાં સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
