Ahmedabad: હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

📅 Published: February 23, 2026 | 📂 Category: Uncategorized

ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા વેધર બુલેટિન મુજબ, દક્ષિણ ગુજરાત અને આસપાસના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી વચ્ચે આજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

જંબુસરમાં પવન સાથે કમોસમી વરસાદ

હવામાન વિભાગે સવારે 9 થી 12 વાગ્યા સુધીના સમયગાળા માટે વિશેષ બુલેટિન જાહેર કર્યું છે, જેમાં સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Rajkot: રેસકોર્સમાં મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત, જાનહાનિ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *