હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે જેના કારણે અલગ અલગ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઇ રહી છે. વરસાદને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાકને નુકસાન થઇ શકે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.
વિભિન્ન વિસ્તારોમાં પાકને નુકસાનની ભીતિ
મધ્ય ગુજરાતના ખેડૂતો માટે ખાસ ચિંતાનું કારણ છે, જ્યાં ઘઉં અને ચણા જેવા પાકોને માવઠાથી નુકસાન થવાની આશંકા છે તો ઉત્તર ગુજરાતમાં ઘઉં, રાયડો અને તમાકુના પાક માટે માવઠાના નુકસાનની સંભાવના છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અસર થઇ શકે
સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ઘઉં, જીરુ અને રાયડોના પાક પર માવઠાની અસર થઇ શકે છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કેરી અને ચીકુના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.
આ પણ વાંચો—- Gujarat Latest News Live : હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, 8 થી 11 વાગ્યા સુધી માવઠાની આગાહી
