Gujarat Weather : રાજ્યમાં માવઠાથી વિવિધ પાકને નુકસાનીની ભીતિ, ખેડૂતોને પડતાં પર પાટુ

📅 Published: February 24, 2026 | 📂 Category: Uncategorized

હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે જેના કારણે અલગ અલગ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઇ રહી છે. વરસાદને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાકને નુકસાન થઇ શકે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.

વિભિન્ન વિસ્તારોમાં પાકને નુકસાનની ભીતિ

મધ્ય ગુજરાતના ખેડૂતો માટે ખાસ ચિંતાનું કારણ છે, જ્યાં ઘઉં અને ચણા જેવા પાકોને માવઠાથી નુકસાન થવાની આશંકા છે તો ઉત્તર ગુજરાતમાં ઘઉં, રાયડો અને તમાકુના પાક માટે માવઠાના નુકસાનની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અસર થઇ શકે

સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ઘઉં, જીરુ અને રાયડોના પાક પર માવઠાની અસર થઇ શકે છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કેરી અને ચીકુના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.

આ પણ વાંચો—-    Gujarat Latest News Live : હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, 8 થી 11 વાગ્યા સુધી માવઠાની આગાહી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *