Ahmedabadના કાંકરિયામાં હવે ગુંજશે ઇતિહાસ: 4 કરોડના ખર્ચે ‘વોટર એન્ડ સાઉન્ડ શો’ શરૂ કરાશે

📅 Published: February 26, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદનું પ્રખ્યાત પિકનિક સ્પોટ કાંકરિયા તળાવ હવે વધુ આધુનિક અને મનોરંજક બનવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયામાં અત્યાધુનિક વોટર એન્ડ સાઉન્ડ શો શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ શો માત્ર મનોરંજન જ નહીં, પરંતુ લેસર ટેકનોલોજી અને પાણીના ફુવારાના માધ્યમથી અમદાવાદના ભવ્ય ઇતિહાસને પર્યટકો સમક્ષ જીવંત કરશે. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે તંત્ર દ્વારા રૂ. 4 કરોડનું ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે.

અમદાવાદના ઇતિહાસને જીવંત કરશે આ શો

અગાઉ બાલવાટિકાના નવીનીકરણ બાદ હવે આ વોટર શો કાંકરિયાનું નવું નજરાણું બનશે. આ શોમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને લાઈટિંગનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી રાત્રિના સમયે તળાવનો નજારો જોવાલાયક બની રહેશે. તળાવના પરિસરમાં માત્ર વોટર શો જ નહીં, પરંતુ અન્ય અનેક સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે: કેન્ડી મ્યુઝિયમ: બાળકો અને ખાણીપીણીના શોખીનો માટે ખાસ ‘કેન્ડી મ્યુઝિયમ’ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.

તંત્ર દ્વારા તમામ કામોને મંજૂરી અપાઈ

નવી આધુનિક રાઈડ્સ: આવનારા દિવસોમાં કાંકરિયા કિડ્સ સિટી અને એડવેન્ચર પાર્કમાં નવી હાઈ-ટેક રાઈડ્સ મૂકવામાં આવશે. પર્યટકોનો વધારો: આ નવા આકર્ષણોને કારણે કાંકરિયા તળાવમાં મુલાકાતીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવવાની શક્યતા સેવાઈ રહી છે. તંત્ર દ્વારા તમામ વિકાસલક્ષી કામોને લીલી ઝંડી આપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આ તમામ સુવિધાઓ જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે. બાલવાટિકા અને પ્રાણીસંગ્રહાલય બાદ હવે આ આધુનિક પ્રોજેક્ટ્સ કાંકરિયાને ગ્લોબલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે નવી ઓળખ આપશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *