Ahmedabad : સતાધાર વિસ્તારમાં બ્રિજનું કામ ધીમી ગતિએ, મંથરગતિની કામગીરીથી વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે પરેશાની

📅 Published: February 17, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદના સતાધાર વિસ્તારમાં બ્રિજનું કામ ધીમી ગતિએ મહિનાઓથી કામ ચાલે છતાં પૂર્ણતાનો અતોપતો નથી. રોજિંદા ટ્રાફિક જામથી લોકો કંટાળ્યા છે ત્યારે આ મંથરગતિની કામગીરીથી વેપારીઓ અને રહેવાસીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.

સતાધાર વિસ્તારમાં બ્રિજનું કામ લાંબા સમયથી ચાલુ

અમદાવાદના સતાધાર વિસ્તારમાં બ્રિજનું કામ લાંબા સમયથી ચાલુ છે અને મંથરગતિથી ચાલતી કામગીરીને કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને રોજ ટ્રાફિક જામ અને અવરજવર પર સીધી અસર થાય છે. સતાધાર બ્રિજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહત્વનો કનેક્ટિવિટી પોઇન્ટ છે.

પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો

 ગોતા, સોલા અને આસપાસના વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ પરના બ્રિજ પર મરામત અને સંરચનાત્મક કામ ચાલી રહ્યું છે પરંતુ કામની ગતિ ધીમી હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો જોવા મળે છે . સવાર-સાંજ ઓફિસ સમય દરમિયાન ટ્રાફિક ભારે હો છે અને નાના વાહનો પણ ફસાય છે ડાયવર્ઝન સ્પષ્ટ ન હોવાથી લોકો ભટકે છે….

10–15 મિનિટનો રસ્તો હવે 30–40 મિનિટમાં પાર થાય છે

આ બ્રિજ પાસે તંત્રની બેદરકારી તો જુવો.. હાલ ડાયવર્ઝન વ્યવસ્થા પૂરતી સ્પષ્ટ નથી. પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગી જાય છે. સામાન્ય રીતે 10–15 મિનિટનો રસ્તો હવે 30–40 મિનિટમાં પાર થાય છે.

સર્વિસ રોડ પર ખાડા અને ધૂળથી વાહનચાલકો પરેશાન

સર્વિસ રોડ પર ખાડા અને ધૂળથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. બે-વ્હીલર ચાલકો માટે જોખમની સ્થિતિ છે. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને પસાર થવામાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે ઇમર્જન્સી સમયે અવરોધ ઉભો થાય છે. 

આ પણ વાંચો—-    Surat : બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક, મહિલાના માનસિક ત્રાસથી બદનામીના ભયે બિલ્ડરે કર્યો હતો આપઘાત


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *