અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવતા રોડ-રસ્તાના કામોની ગુણવત્તા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. શહેરના સીટીએમ વિસ્તારમાં AMCનો એક ટ્રક પોતે જ બનાવેલા ખાડામાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે. સીટીએમ પાસે તાજેતરમાં કોઈ કામગીરી પૂર્ણ કર્યા બાદ તંત્ર દ્વારા ખાડાનું યોગ્ય પુરાણ કરવામાં આવ્યું ન હતું.
સીટીએમ પાસે AMCનો ટ્રક ખાડામાં ફસાયો
માત્ર માટી નાખીને ખાડો પૂરી દેવામાં આવતા કામગીરીની ગુણવત્તા વિહિન હોવાનું સાબિત થયું છે. જ્યારે કોર્પોરેશનનો ટ્રક ત્યાંથી પસાર થયો, ત્યારે જમીન ધસી પડી હતી અને ટ્રકનું ટાયર ખાડામાં ગરકાવ થઈ ગયું હતું. આ ઘટનાને પગલે વાહનવ્યવહારમાં અડચણ ઉભી થઈ હતી અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ગુણવત્તા વિહિન કામના કારણે આ સ્થિતિ થઈ
લોકોનું કહેવું છે કે જો કોર્પોરેશનનો ટ્રક પણ સુરક્ષિત ન હોય, તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? માત્ર માટી નાખીને સંતોષ માનતા તંત્રની આ લાપરવાહીને કારણે કોઈ મોટી જાનહાનિ પણ થઈ શકી હોત. આ ઘટનાએ AMCના ‘પ્રી-મોન્સૂન’ અને રસ્તા રિપેરીંગના દાવાઓની હવા કાઢી નાખી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
