Ambaji : દાંતા ખાતે બનાસકાંઠા પોલીસનો લોક દરબાર, ટ્રાફિક અને કાયદાકીય મુદ્દાઓની ચર્ચા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બનાસકાંઠાના દાંતા ખાતે લોક જનતાના પ્રશ્નો સાંભળવા માટે પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો. આ દરમિયાન એસપી પ્રશાંત સુમ્બે ઉપસ્થિત રહ્યા અને સ્થાનિક ગામોના આગેવાનો તેમજ નાગરિકોએ લોક દરબારમાં જોડાઈ પ્રશ્નો રજૂ કર્યા.

ટ્રાફિક સંબંધિત સમસ્યાઓ અને કાયદાકીય મુદ્દાઓ પર ચર્ચા

લોક દરબારમાં મુખ્યત્વે ટ્રાફિક સંબંધિત સમસ્યાઓ અને કાયદાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. દાંતાના આગેવાનો દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે યોગ્ય સમાધાનની માંગ કરી.

ક્રાઇમ સબંધી અંગે ડીવાયએસપીને અપાઈ સૂચના

એસપીએ આશ્વાસન આપ્યું કે કાયદા અને વ્યવસ્થાની તમામ સમસ્યાઓ તાત્કાલિક નિરાકરણ માટે ધ્યાનમાં લેવાશે. ઉપરાંત, વિસ્તારમાં ક્રાઈમ સંબંધિત કામગીરીની ચકાસણી કરવા અને સૂચનાઓ આપવાની બાબત ડિવિઝન ડીવાયએસપીને સોંપાઈ છે..

આ પણ વાંચો—–     Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *