Amreli: ધારીમાં 5 વર્ષની બાળકી સાથે નરાધમે કર્યા અડપલા, લોકોએ ચખાડ્યો મેથીપાક

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નાની બાળકીઓ અને સગીરા સાથે અડપલા કરવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક વખત આ પ્રકારની ઘટના અમરેલીના ધારીમાં સામે આવી છે. જેમાં એક 5 વર્ષની બાળકી સાથે એક નરાધમે અડપલા કર્યા છે.

નરાધમને લોકોએ મેથીપાક ચખાડ્યો અને પોલીસના હવાલે કરી દીધો

અમુક ઘટનાઓ એવી ઘટે કે સમાજમાં લાલબત્તી સમાન હોય છે અને આજના આ હળાહળ વાળા યુગમાં અમરેલી જિલ્લાના ધારી ખાતે 5 વર્ષની નાની બાળકી સાથે આધેડ નરાધમે જાતીય સતામણી કરી અડપલા કર્યાની ઘટના સામે આવી છે. જો કે લોકોના ટોળા એકત્રિત થઈ જતા આ નરાધમને લોકોએ મેથીપાક ચખાડ્યો અને નરાધમ આધેડને પોલીસના હવાલે કરી દીધો છે. પોલીસે આ નરાધમને પકડીને તેની વિરૂદ્ધ દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ધારીની લક્ષ્મી લોજમાં કામ કરતી મહિલાની 5 વર્ષની બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ ગુજાર્યું

અમરેલી જિલ્લાના ધારી ગામે ફ્રૂટની લારી ધરાવતો હિંમત બોસમીયા નામનો આ નરાધમે ગઈકાલે બપોરના સુમારે ધારીની લક્ષ્મી લોજમાં કામ કરતી મહિલાની 5 વર્ષની બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. માત્ર 5 વર્ષની કુમળી બાળકી સાથે આ નરાધમ હિંમત બોસમિયાએ મોં કાળુ કરતા આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને નરાધમને મેથીપાક ચખાડ્યો હતો.

પોલીસે આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ અને પોક્સોનો ગુન્હો નોંધીને વધુ તપાસ શરૂ કરી

ત્યારબાદ લોકોએ ઘટના અંગે પોલીસની જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 5 વર્ષની બાળકી સાથે અડપલા અને દુષ્કર્મ કરનારા હિંમત બોસમિયા સામે દુષ્કર્મ અને પોક્સોનો ગુન્હો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *