Amreli News: રાજુલામાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ, બિભત્સ ફોટા વાયરલ થયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમરેલી જિલ્લામાં ગુનાખોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં મહિલા અત્યાચારના બનાવો છાસવારે સામે આવી રહ્યા છે. આવામાં લોકોની માનસિક સ્થિતિ બગડી રહી હોય તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. રાજુલામાં એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. આવી ઘટનાઓને પગલે પોલીસની કામગીરી પર લોકો સવાલ કરી રહ્યા છે.

નરાધમે ધમકી આપી રૂપિયા 80 હજાર પડાવ્યા

અમરેલી જિલ્લાના રાજુલામાં એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ વ્યક્તિએ બિભત્સ ફોટા વાયરલ કરવાની આપીને આ વિદ્યાર્થિની પર વારંવાર દુષ્કર્મ કર્યું હતું. આ સાથે આ ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી નરાધમે ધમકી આપી રૂપિયા 80 હજાર પડાવ્યા હતા. આ સાથે આ વ્યક્તિ વિદ્યાર્થિની પાસે વધુ 20 લાખ રૂપિયાની માંગણી કરતો હતો.

રાજુલા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી

રાજુલામાં આ યુવાને વિદ્યાર્થિની સાથે છરીની અણીએ વારંવાર દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીએ બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને લાંબા સમય સુધી બ્લેકમેલ કરીને દુષ્કર્મ કરી રહ્યો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં છે. આ વિદ્યાર્થિનીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. જે બાદ વિદ્યાર્થિનીએ રાજુલા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ આધારે રાજુલા પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો – Amreli: અમરેલીની કૉલેજમાં ભીમાણીકાંડ સામે વિરોધ પ્રદર્શન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *