આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધૂળેટા ગામમાં મહિલાના મુદ્દે ઝઘડો થયા બાદ યુવકની હત્યા કરાઇ હતી. આ મામલે પોલીસે બે મહિલા અને 4 પુરુષો મળીને 6 આરોપીની ધરપકડ કરી હતી.
મહિલાના મુદ્દે ઝઘડો થયા બાદ હત્યા
ઘટના 31 જાન્યુઆરીના રોજ બની હતી અને મહિલાના મુદ્દે ઝઘડો થયા બાદ યુવકની હત્યા કરાઇ હતી.
સામાન્ય બોલાચાલીમાં ઝઘડો વધી ગયો
ઝઘડામાં ચતુરભાઈએ રાજેશભાઈના પુત્રને અપશબ્દો બોલ્યા બાદ પિતા રાજેશભાઇએ ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ સામાન્ય બોલાચાલીમાં ઝઘડો વધી ગયો હતો.
રાજેશભાઇને ગંભીર ઇજા થતાં તેમનું મોત થયું
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આરોપી ચતુરભાઇ, જગદીશ, જીતેન્દ્ર અને રાકેશે રાજેશભાઇ ઉપર હુમલો કર્યો હતો અને વારંવાર ઉંચકીને જમીન પર પછાડ્યા હતા જેથી રાજેશભાઇને ગંભીર ઇજા થતાં તેમનું મોત થયું હતું.
6 આરોપીને ઝડપી લેવાયા
પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને 6 આરોપીને ઝડપી પાડ્યા છે અને સમગ્ર કેસની ઉંડી તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો—– Surat : જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ
