Anand : ઉમરેઠના પ્રતાપપુરા ગામે મહીસાગર નદીમાં ગેરકાયદે ખનન કરી રહેલા રેત માફિયાઓ સામે તંત્રની કડક કાર્યવાહી, 1.62 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામમાં મહીસાગર નદીમાં રેતી માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. કલેક્ટરના આદેશ બાદ અધિકારીઓએ દરોડો પાડીને ખનન માફિયાઓના 5 ડમ્પર અને 2 હિટાચી મશીન જપ્ત કરાયા છે. આ કાર્યવાહી હેઠળ કુલ 1.62 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આણંદ જિલ્લા કલેક્ટરની સૂચના બાદ કાર્યવાહી

આણંદ જિલ્લામાં વધતી રેતી ખનનની ખોટી પ્રવૃત્તિઓને રોકવા માટે આણંદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

મહીસાગર નદીમાં ગેર કાયદેસર ખનનનો મામલો

ઉમરેઠના પ્રતાપપુરા ગામે મહીસાગર નદીમાં ગેર કાયદેસર ખનનનો મામલો મોટા પાયે સામે આવ્યો હતો જેના પગલે પ્રાંત અધિકારી, મામલતદાર, અને ખંભોળજ પોલીસની સંયુક્ત ટીમે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરી.

સાધનો કબજે

પરિસ્થિતિને ગંભીરતાથી લેતા, તંત્રએ નદીમાંથી 5 ડમ્પર અને 2 હિટાચી મશીન જેની મદદથી રેતી ખનન કરવામાં આવતું હતું  તે તમામ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.

કાર્યવાહીના પગલે ખનન માફિયાઓમાં ફફડાટ

અધિકારીઓએ 1.62 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ખનન માફિયાઓ સામે તપાસ શરુ કરી હતી. તંત્રની કાર્યવાહીના પગલે ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

આ પણ વાંચો—-   Surat : જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *