અરવલ્લી જિલ્લામાં સામુહિક આપઘાતના પ્રયાસનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં એક દંપતિએ પોતાના બાળકને લઇને વાત્રક નદીમાં ઝંપલાવ્યું છે. જો કે આ બનાવમાં પતિનું મોત થયું છે ત્યારે મહિલા અને બાળકને બચાવી લેવાયા છે.
દંપતિનો બાળક સાથે આપઘાતનો પ્રયાસ
પ્રાપ્ત માહિતી પ્રમાણે અરવલ્લીમાં દંપતિનો બાળક સાથે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ દંપતિએ માલપુર પાસેની વાત્રક નદીમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને પુલ ઉપરથી નીચે ઝંપલાવ્યું હતું
મહિલા અને બાળકને બચાવવામાં સફળતા મળી
તત્કાળ લોકોએ આ દંપતિને બચાવાનો પ્રયાસ કર્યો હતો અને મોડાસા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી જેમાં મહિલા અને બાળકને બચાવવામાં સફળતા મળી છે પણ પતિનું મોત થયું છે. મહિલા અને બાળકને નદીમાંથી કાઢી તત્કાળ હોસ્પિટલ ખસેડાયા છે.
આત્મહત્યાના પ્રયાસનું કારણ શોધવા પોલીસ તપાસ શરુ
ઘટનાના પગલે માલપુર પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને માલપુર પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. દંપતિએ આવો નિર્ણય કેમ લીધો અને તેને શું સમસ્યા હતી કે હેરાનગતિ હતી તે સહિતના મુદ્દા પર પોલીસ હાલ તપાસ કરી રહી છે. બચી ગયેલી મહિલાના નિવેદનના આધારે પોલીસ તપાસ કરી રહી છે.
