Aravalli: મેઘરજમાં ગમખ્વાર અકસ્માત, રીક્ષા-બાઇક અથડામણમાં એકનું મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

 અરવલ્લી જિલ્લાના મેઘરજ નજીક આવેલા બેડઝ ગામ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાઇક અને રીક્ષા વચ્ચે થયો હતો, જેમાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે.

મેઘરજમાં ગમખ્વાર અકસ્માત

બેડઝ પાસે બાઇક અને પેસેન્જર ભરેલી રીક્ષા વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સમયે રીક્ષામાં સવાર ત્રણ લોકો પૈકી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકનું નામ જગાભાઈ રોમાજી પગી (ઉંમર 70 વર્ષ) છે, જેઓ નાથાવાસ ગામના વતની હતા. આ અકસ્માતમાં બાઇક ચાલક તેમજ રીક્ષા ચાલક બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને હોસ્પિટલ રિફર કરાયા

ગંભીર ઇજાઓ પહોંચતા બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવારની જરૂર જણાતા બંનેને મોડાસા ખાતે રિફર કરવામાં આવ્યા છે.પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *