Arvalli News : અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો, મેઘરજ અને માલપુરમાં ખાબકયો કમોસમી વરસાદ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અરવલ્લીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને માલપુર અને મેઘરજમાં કમોસમી વરસાદ ખાબકયો છે, કમોસમી વરસાદથી ખેતીપાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ઘઉં અને બટાકાના પાકમાં આવી શકે રોગ. હવામાન વિભાગે પણ અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી.

અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો છે, વાતાવરણમાં બદલાવ આવ્યો અને કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, મકાઈના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, તો જે ખેડૂતોના પાક ખુલ્લામાં પડયા હતા તે ખેડૂત પાક બચાવવા માટે દોડયા હતા અને મગફળી અને બટાકાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મેઘરજના પહાડીયા, રેલ્યો, સહીતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હોવાની વાત છે.

ડાંગના વાતાવરણમાં આવ્યો પલટો

ડાંગ જિલ્લામાં ગઈરાલે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સાંજના સમયે સુબીર તાલુકામાં કમોસમી વરસાદ તૂટી પડયો હતો. વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી વહેવા લાગ્યું હતું અને ભરશિયાળામાં ચોમાસા જેવો અહેસાસ થયો હતો. સુબીર પંથકના પ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસેલા વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા પાકને બચાવવા ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઉપરાંત ડુંગરાળ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

આ પણ વાંચો : Surat News : સુરતના પુણા વિસ્તારમાં PCB ત્રાટકી, કુખ્યાત જીતુ રાવળના વરલી મટકાના અડ્ડા પર ચાલતો હતો જુગાર

 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *