બહુચરાજી-કાલરી ફ્ટાકથી વલ્લભભટ્ટની વાવ તરફ જતાં આરસીસી રોડમાં મોટી મોટી તિરાડો પડી જતાં જેના કારણે વાહન ચાલકો હાલાકીનો ભોગ બની રહ્યાં છે.જે તે સમયે રોડની કામગીરી કરવામાં આવી ત્યારે રોડની નીચેનું તળિયુ પાણી નાખીને રોલરથી મજબૂત કર્યા વિના આરસીસી રોડ બનાવી દેતાં તે જ વર્ષે રોડ ફટી ગયો હતો.
ઠેર ઠેર તિરાડો પડી જવા પામી હતી.તે સમયે રોડ તૂટી જવા બાબતે હોબાળો થતાં રોડનું સમારકામ હાથ ધરાયું હતું.અને સમગ્ર મુદ્દાને દબાવી દેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી લોકો તૂટેલા રોડ પરથી પસાર થઈ રહ્યાં છે. વર્તમાન સમયે ઉબડખાબડ આરસીસી રોડમા સળંગ પડેલી તીરાડોમા ટુ વ્હીલરોના ટાયરો ફ્સાઈ જવાના કારણે છાશવારે બાઈક ચાલકો રોડની તિરાડોના કારણે રોડ પર પટાકાઈ રહ્યાં છે. ત્યારે RCC રોડની તિરાડોનું નાની કપચી, રેતી અને સિમેન્ટથી મરામતકામ કરવામાં આવે તો ટુ બાઈક ચાલકો અકસ્માતનો ભયમાંથી મુક્ત બની શકે અને થોડા સમય માટે વાહન ચાલકોને રાહત મળી શકે તેવું આ ક્ષેત્રના ઈજનેરોનું માનવું છે.
