Bhachau : કકરવા ગામે ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ, સતત 13થી વધુ કલાકથી આગ યથાવત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ભચાઉ તાલુકાના કકરવા ગામમાં આવેલા ઘાસચારા ના ગોડાઉનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગ લાગ્યાને 13 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી.

 ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી

પ્રાપ્ત માહિતી મુજબ, ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, ગોડાઉનમાં સંગ્રહિત લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થયો છે.

ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

ઘટનાની જાણ થતા ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને છેલ્લા 13થી વધુ કલાકથી સતત આગ કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે. આગની તીવ્રતા જોતા અન્ય વિસ્તારોમાંથી પણ ફાયર ટીમોને મદદ માટે બોલાવવામાં આવી છે.

આગના કારણે ભારે આર્થિક નુકસાન

હાલ સુધી કોઈ જાનહાનિ નથી, પરંતુ આગના કારણે ભારે આર્થિક નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ પર કાબૂ આવ્યા બાદ કારણોની તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો—-     Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો…પરિવારે શું કર્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *