Bilimora : એક એવી અનોખી સ્મશાન યાત્રા, જેમાં લોકો ડીજેના તાલે જોડાયા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સામાન્ય રીતે જ્યારે પણ સ્મશાન યાત્રા નિકળે ત્યારે માહોલ ગમગીનીપૂર્ણ હોય છે અને શોકનું વાતાવરણ હોય છે પણ ક્યારેક અમુક રીવાજોના કારણે કેટલીક જગ્યાએ વાજતે ગાજતે પણ સ્મશાન યાત્રા નિકળતી હોવાના દાખલા નોંધાયેલા છે. આવી જ એક અનોખી સ્મશાનયાત્રા નવસારીના બિલીમોરા શહેરમાં નિકળી હતી અને તેને જોઇને લોકો દંગ થઇ ગયા હતા.

સ્વજનનું મૃત્યું થાય ત્યારે ઘરમાં શોકનું વાતાવરણ હોય છે

સ્વજનનું મૃત્યું થાય ત્યારે ઘરમાં અને આસપાસ પડોશમાં શોકનું વાતાવરણ ફરી વળતું હોય છે અને તેનું કારણ એ હોય છે કે મૃતકના સ્વજનોને ભારે આઘાત લાગ્યો હોય છે. સ્વજનોને આઘાત લાગેલો હોય ત્યારે ત્યાં વાતાવરણ પણ એવું હોય છે કે કોઇ બોલી પણ શકતું નથી

રંગેચંગે સ્મશાન યાત્રા યોજી

જો કે તેનાથી વિપરીત નવસારીના બીલીમોરા શહેરમાં અનોખી સ્મશાન યાત્રા નીકળી હતી. એક વ્યક્તિનું અવસાન થતાં તેના પરિવારે અને મિત્રો તથા સ્વજનોએ રંગેચંગે સ્મશાન યાત્રા યોજી હતી. સ્મશાન યાત્રા માટે ખાસ ડીજે મંગાવાયું હતું.

ડી.જે ના તાલ ઉપર ભક્તિ સંગીતમાં ઝૂમતા જોવા મળ્યા

સ્મશાન યાત્રામાં લોકો ડીજેના તાલે નાચતા નાચતા જોડાયા હતા. આગળ ટ્રકમાં ડીજે વાગતો હતો અને પાછળ લોકો તેની ધૂનમાં નાચી રહ્યા હતા અને ત્યારબાદ મૃતકની સ્મશાન યાત્રા જોવા મળી હતી. સ્મશાન યાત્રામાં લોકો ડી.જે ના તાલ ઉપર ભક્તિ સંગીતમાં ઝૂમતા જોવા મળ્યા હતા. આ અનોખી સ્મશાન યાત્રા ના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *