નવસારી જિલ્લામાં આંગણવાડી વર્કરોને હવે બૂથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરીમાં જોડવાનો એક આદેશ જાહેર થતાં જ વર્કરોમાં તીવ્ર નારાજગી ફેલાઈ છે. સામાન્ય રીતે આંગણવાડી વર્કરોનું મુખ્ય કાર્ય પોષણ, આરોગ્ય અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ સંબંધિત સેવાઓ આપવાનું હોય છે. જોકે, સરકારી કામગીરીના ભાગરૂપે તેમને બીએલઓના મુખ્ય કાર્ય એટલે કે મતદાર યાદી સુધારણા, નવા મતદારોની નોંધણી અને ઘરે-ઘરે જઈને ચકાસણીની કામગીરીમાં મદદરૂપ થવાનું ફરમાન કરાયું છે. વર્કરોના સંગઠનોનું કહેવું છે કે, આંગણવાડીનું નિયમિત કાર્યબોજ પહેલેથી જ ઘણો વધારે છે અને તેમાં હવે ચૂંટણી સંબંધિત આ વધારાનો બોજ ઉમેરવામાં આવ્યો છે. જેના કારણે બાળકો અને સગર્ભા માતાઓની મૂળભૂત સેવા પર અસર થશે. આંગણવાડી વર્કરોએ આ ફરમાન સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં પણ બીએલઓની કામગીરીને લઇને છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં ઢીલી નીતિથી કામ ચાલી રહ્યું છે. તેના સંદર્ભમાં સમય મર્યાદામાં સરની કામગીરી પૂર્ણ થશે કે કેમ તેવા અનેક સવાલો ઉભા થયા છે. મતદારોમાં જાગૃતતાના અભાવે ઘણી ગુચવણો ઉભી થઇ રહી છે. આ ઉપરાંત પરિવારના સભ્યોના મતદાર ઓળખપત્રને લઇને પણ મતદારોમાં ભારે વીડબણા વ્યાપી ગઇ છે. હજી પણ કેટલાય લોકોને ખબર જ નથી કે આ બધી વિગતો ક્યાંથી મળશે અને કોણ આપશે? જાગૃતિના અભાવે લોકો અટવાઇ રહ્યાં છે. જેથી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે અગાઉ થયેલ કામગીરીને ધ્યાનમાં રાખી સરકારે હવે અન્ય કર્મચારીઓને પણ બીએલઓને મદદરૂપ થવા માટે કામગીરી સોંપી છે. જેને લઇ કામગીરી ઝડપી અને સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે પરંતુ આ બાબતને લઇને કેટલાય કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અને તેઓ આ કામગીરીથી અળગા રહેવા માંગે છે. તેઓ પોતાની પાસે વધારે કામગીરીનો બોજ વધારવામાં આવ્યો છે તેથી નારાજ છે. અને તેમને દૂર રાખવા અનુરોધ કરાયો છે. સરકારે રજૂઆત ધ્યાને ન લીધી
ચૂંટણીલક્ષી કામગીરી કેમ ન કરવી તે અંગે વારંવાર રજૂઆત કરી હતી. ગુજરાત આંગણવાડી વર્કરો દ્વારા અગાઉ બીએલઓની ચૂંટણી કામગીરી ન કરવા માટે ફરજ મુક્તિ માટે રજૂઆત કરી હતી. જેમાં આંગણવાડી વર્કરોને સરકારી નોકરિયાત ગણવામાં આવતા નથી, માત્ર માનદ સેવક અને માનદ વેતન આપવામાં આવે છે. કુપોષણ, આરોગ્ય, સુવાવડી માતાઓ અને કિશોરીઓ માટે મહત્વપૂર્ણ કામ કરવાનું હોય છે. સરકારી અધિકારીઓ સતત મોનિટરિંગ કરતા હોય છે, બહેનો ઓછું ભણેલી હોય અને અંગ્રેજી પણ જાણતી ન હોય ચૂંટણીમાં કામ કરવા જતા હોય માફી આપવા રજૂઆત કરી હતી.
BLOને મદદ કરવાનું ફરમાન કાઢતા આંગણવાડી વર્કરોને નારાજગી:નવસારીમાં SIRની કામગીરીમાં હવે આંગણવાડી વર્કરોને જોડવાનો આદેશ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
