Chandod: ચાણોદ-દરિયાપુરા માર્ગ ખખડધજ થતાં વાહનચાલકોને થતી પરેશાની

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ડભોઇ તાલુકાના ચાણોદ-દરિયાપુરા માર્ગ ખખડધજ બની જતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. ત્યારે નર્મદા પરિક્રમાવાસીઓને પણ તકલીફ વેઠવી પડશે.

ચાણોદના નર્મદા નદીના તટે અનેક પ્રાચીન મંદિરો આવેલ છે. ચણોદથી ભીમપુરા, ગંગનાથ મહાદેવ, નંદીકેશ્વર મહાદેવ, દરીયાપુરા નર નારાયેણશ્વર મહાદેવ, ભઠ્ઠીનારયણ સહીતના પ્રાચીન મંદિરો આવેલ છે. કરનાળી કુબેરભંડારી સોમનાથ મહાદેવ મંદિર આવેલ છે. ચાંણોદ તરફ્થી રામપૂરા ખાતે વાહન દ્વારા શ્રધ્ધાળુ વહેલી સવારે સંધ્યા સમયે પહોચી ઉત્તરવાહિની નર્મદા પરીક્રમા કરશે. જે પરીક્રમા પૂરી કરી રાત્રીના અથવા બપોર પરત જતો હોય છે. ત્યારે રાતે આવતા વાહન ચાલકો ચાંણોદ દરીયાપૂરા માર્ગ પરથી પસાર થતા ખખડધજ માર્ગથી પરેશાની ભોગવવી પડશે અત્યંત સાંકજા અને ઉબડખાબડ માર્ગ કષ્ટદાયક બનશે. જેનું સમારકામ જરૂરી છે. રોડ સાંકડો હોય તેમજ સર્પાકાર હોય રસ્તાનીઆસપાસ ઝાડી ઝાંખરાથી છવાયેલ હોય સત્વર રોડની બન્ને બાજુની ઝાડી ઝાંખરા તેમજ રોડની બન્ને સાઈડો માટી કામથી પૂરાણ કરવુ જરૂરી છે રોડ પહોળો કરવો જરૂરી છે. લાખો ની સંખ્યમા શ્રધ્ધાળઓ પદયાત્રા પ્રારંભ કરશે ત્યારે તંત્ર દ્વારા આ રૂટ પર સરકયુલર રૂટ બસ દોડાવી જરૂરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *