Chandod: ભીમપુરા ગામે મહાકાળી માતાજીની મૂર્તિનું સ્થાપન કરાવાયું

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

તીર્થસ્થાન ચાંદોદ નજીકના ભીમપુરા ગામના શ્રી રામકૃષ્ણ મંદિર ટ્રસ્ટના શ્રી મહાકાળી માતાજીના મંદિર નવનિર્માણ થાય બાદ શનિવારે શ્રી મહાકાળી માતાજીના નૂતન સ્વરૂપ સાથે નવપરિવર્તિત માતાજીની મૂર્તિનું સ્થાપન વરિષ્ઠ સંત મહાત્મા ચંદ્રકાંત મહારાજ દ્વારા કરાયું હતું. જેમાં પંથકના સંતો – મહંતો સેવક ગણ સહિત મોટી સંખ્યામાં ભક્ત સમુદાય ઉપસ્થિત રહ્યાં હતા.

વનરાજી સૌંદર્ય સાથે નૈસર્ગિક મહત્વ ધરાવતા ચાંદોદ નજીકના ભીમપુરા ગામે અનેક ધાર્મિક સંસ્થાઓ, આશ્રામો, મંદિરો આવેલ છે. આવા ઔલૌકિક સ્થળે 1964માં બંગાળી સાધુ તિમિર-બરન આ સ્થળે આવ્યા હતા. તેમને કુદરતી સંપદા સાથે અને આધ્યાત્મિકતા સાથેની આ જગ્યા એ તેમને પ્રભાવિત કર્યા હતા. તેથી તેવોએ પોતાના આત્મિકવિકાસ માટે આ જગ્યાને પસંદ કરી અને આશ્રાય લીધો હતો.

સમય જતાં 45 અનુઆયીઓનો વિશાળ વર્ગ ઊભો કર્યો હતો. દરમિયાન શ્રી રામકૃષ્ણ મંદિર પાસેની જગ્યામાં આવેલ મહાકાળી માતાજીના મંદિરમાં પોતે ધર્મ, અધ્યાત્મની ધૂણી ધખાવી હતી. આ મંદિરજર્જરિત થતાં શ્રી રામકૃષ્ણ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનું નવનિર્માણ કર્યુ હતું.આજરોજ મંદિરની પ્રસ્થાપિત શ્રી મહાકાળી માતાજીના નૂતન સ્વરૂપ સાથે સ્થાપન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો સહિત ભક્ત સમુદાય, સેવકગણ ઉપસ્થિત રહ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *